તું આવીશ ને
તું આવીશ ને
જ્યારે પણ તને યાદ કરું ત્યારે,
મને મળવા તું આવીશ ને,
જ્યારે તને યાદ કરીને રડું તો,
મારા આંસુ લુછવા તું આવીશ ને !
જીંદગીના સફરમાં મારાથી કોઈ ભૂલ થાય,
તો એને સુધારવા તું આવીશ ને,
જીંદગીના આ સફરમાં જો તારા સાથની જરૂર પડે,
તો તું આવીશ ને !
મને ચાહ તો છે મૃગજળની છતાં,
પણ મારી તરસ છીપાવા તું આવીશ ને,
હું ભૂલી જવું કોઈ માર્ગ,
તો રસ્તો બતાવવા તું આવીશ ને !
મારા જીવનનું દરેક પાનું છે કોરું એમાં તારી કલમથી,
તારુંનામ લખવા તું આવીશ ને,
મારા સપનાની દરેક કહાનીનો રાજા તું જ છે,
તો મને તારી રાણી બનાવવા તું આવીશ ને !
મારી આ આંખો જ્યારે પણ તને નિહાળવા તરસે,
તો એને દેખા દેવા તું આવીશ ને,
મારા હોઠ કઈ કહેવા ખુલે પણ મારી પાસે શબ્દના હોય,
તો વાંચા બનવા તું આવીશ ને !
મારી જીંદગીનું અણમોલ રતન તું છે,
દિલમાં કરવું છે કેદ તો તું આવીશ
ને,
જીવનની પૂંજી ની જેમ સાચવીશ તને હું,
મારી પૂંજી બનીને તું આવીશ ને !
મારા દરેક સાજ શ્રીંગાર અધૂરા છે તારા વિના,
એને પૂરા કરવા તું આવીશ ને,
સોળે શણગાર સજાવીને રાહ જોઇશ હું તારી,
મને સાથે લઈ જવા તું આવીશ ને !
મારું અસ્તિત્વ કઈ નથી તારા વગર,
તો મારું અસ્તિત્વ બનીને આવીશ ને,
મારા આ બે રંગ જીવનમાં,
તારો રંગબેરંગી પ્રેમ ભરવા તું આવીશ ને !
હક તો ઘણો છે તારો મારા પર,
તો એ હક જતાવવા તું આવીશ ને,
હું પણ તને પ્રેમ કરું છું એ,
પ્રેમ ભર્યા જૂઠા શબ્દ કહેવા તું આવીશ ને !
વિયોગમાં તારા મળે છે પલ પલ મોત મને,
એ મોતનો તોડ કાઢવા તું આવીશ ને,
તારા પ્રેમથી છલોછલ ઝેરનો પ્યાલો,
તારા હાથે પીવડાવવા તું આવીશ ને !
હું રાહ જોઇશ તારી, મારું દિલ કહે છે,
એકવાર તો મને મળવા તું આવીશ ને,
જ્યારે પણ તને યાદ કરું ત્યારે,
મને મળવા તું આવીશ ને.