STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તુ મને મળે કે ન મળે

તુ મને મળે કે ન મળે

1 min
296

હ્રદયથી પ્રેમ કર્યો છે તુજને, તને કદી હું ભૂલીશ નહીં,
ભલે તુ મારાથી દૂર છે,તારી રાહ જોવાનું છોડીશ નહીં. 

તસ્વીર તારી મારા હ્રદયમાં છે, તેને હું કદી ભૂસીશ નહીં, તાલ તારી સાથે મેળવ્યો છે, બેતાલો હું કદી કરીશ નહીં. 

સરગમ તારી અતિ મધુરી છે, સાંભળવાનુ ચૂકીશ નહીં, તારા પ્રેમનો તરાનો ગાવો છે, તેને બેસૂરો હું કરીશ નહીં. 

મારા હ્રદયમાં વસાવી છે તુજને, દૂર કદી હું કરીશ નહીં, તારી સાથે પ્રેમનુ બંંધન બાંધ્યુ છે, તેને હું તોડીશ નહીં.

ભલે તુ મને મળે કે ન મળે, હું કદી નારાજ બનીશ નહી, "મુરલી" હમેશા તારો જ છે, તુ બેવફાઈ કદી કરતી નહીં.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama