તુ આવી જાય છે
તુ આવી જાય છે
ભીડમાં પણ થઉ છુ જયારે હુ એકલો
ત્યારે તુ આવી જાય છે
નથી દેખાતો ક્યારેય તુ
તો પણ તુ અહેસાસ કરાવી જાય છે
હોઉં હુ સમુદ્રની ગહેરાઇમાં કે
વાદળોને ચીરતો જાઉં હુ આકાશમાં
પળેપળ મારી રખેવાળી કરવા
તુ રક્ષક બનીને આવી જાય છે
શુ થશે હવે એવુ વિચારું ત્યાં તો
તુ આવી ચમત્કાર કરી જાય છે
જાણતા અજાણતા થતી મારી ભુલોને
તુ ભુલાવી નવી રાહ ચીંધી જાય છે
દોડતા દોડતા જયારે હુ હાંફું
ત્યારે હૂંફ તુ આપી જાય છે
એકલતાના સમયમાં
પડછાયો બની તુ આવી જાય છે
માંગણી નથી કરતો તારી પાસે
કોઈ દિવસ કોઈપણ જાતની
તેમ છતાં મારી લાગણીને માન આપી
હરપળ સાથે તુ ઉભો રહી જાય છે
પુરાવા તો નથી મારી પાસે
તને નજરે જોયા ના
પણ પવનની લહેર અને સુરજની કિરણો બની
સતત તુ અહેસાસ કરાવી જાય છે
