ટપાલ
ટપાલ
પોસ્ટકાર્ડ આવતું ને યાદમાં ખોવાઈ જતાં,
દૂર રહેતા સ્વજન સાથે તાર જોડાય જતાં,
ના રૂબરૂ મુલાકાત તોય ભાવમાં વહી જતાં,
ના પાસે છતાં ટપાલથી બધાં જોડાય જતાં,
દોડતી આવતી સાયકલ સૌ ભોળવાઈ જતાં,
જોરથી આવતો અવાજ ટપાલ સૌ દૌડી જતાં,
ભૂલવા હતા ખુદને ટપાલ વાંચતા ખોવાઈ જતાં,
ના સામે છતાં યાદોમાં તેવો સાથે જોડાય જતાં,
લખેલ યાદોને મોકલવા લાલડબે પહોંચી જતાં,
ટપાલ મળી ગઈ ના સમાચારે હરખાય જતાં,
મળ્યું છે જુનું પોસ્ટકાર્ડ સમયે વિસરાઈ જતાં,
વિતેલા સુખ દુઃખની મોસમ સૌ સચવાય જતાં.

