તસવીર
તસવીર
બાળપણ કેરી યાદોની જીવનમાં છે ભરમાર,
આ બાળપણે છુપાવી રાખી છે ઘણી તસવીર,
બાળપણના મિત્રો સાથે કરેલ શોર બકોર,
આજે બધું સાચવીને બેઠી છે એક તસવીર,
સમય સાથે થયેલ વિયોગનો અસહ્ય માર,
પણ સાથે જોડી રાખનાર છે પેલી તસવીર,
ફરી એક મુલાકાત સાથે થયા નવા બીજાંકુર,
'ને આમ જ રચાઈ ફરી એક નવી તસવીર,
છે રાખેલી દિલમાં આ એક ખાસ તસવીર,
હર પળ, હર દમ નજરમાં રહે છે આ તસવીર.
