STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તરસ

તરસ

1 min
238

જાત જાતની તરસ છે માનવને,

કોઈ તરસે પ્રેમ તો કોઈ પૈસો,

કોઈની પ્રતિષ્ઠાની છે તરસ,

તો કોઈને છે પદની તરસ,


કોઈને છે સૌથી આગળ નીકળવાની તરસ,

કોઈને છે માનવસેવાની તરસ,

કોઈને છે ઈશ્વરને મળવાની તરસ,

કોઈને છે મંઝિલની તરસ,


ચાતકને છે વર્ષાની તરસ,

જ્ઞાનીને જ્ઞાનની તરસ,

તરસ્યાને હોય જળની તરસ,

ભૂખ્યાને હોય અન્નની તરસ,


ઉંમર પ્રમાણે બદલાય તરસ,

કદી ના છીપાય માનવની મનની તરસ,

આશાને તાંતણે બંધાઈ તરસ,

ઇચ્છિત પામવા માનવીને નચાવે તરસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational