તરસ નથી
તરસ નથી
મોસમ સરસ છે કોણ કહે મને રસ નથી,
અરે ! એનો શો ઈલાજ કે મને તરસ નથી,
મળ્યા તો ઘણા મહોબ્બતનાં ગુલાબ મને,
અરે ! એનો શો ઈલાજ કે એમાં સુવાસ નથી,
અવાર - નવાર કોઈ બહાને મળવાનું થાય,
અરે ! એનો શો ઈલાજ કે મને હવસ નથી,
એકરારનામું વારંવાર અકળાવી રહ્યું મને,
અરે ! એનો શો ઈલાજ કે એમાં વિશ્વાસ નથી,
માનનાં નજરિયાથી આજે પણ જોવાય,
અરે ! એનો શો ઈલાજ કે મને લરસ નથી,
રિશ્તેદારી તો હજુ પણ બરકરાર છે મને,
અરે ! એનો શો ઈલાજ કે એમાં વિવાહ નથી.

