ત્રણ વાંદરા
ત્રણ વાંદરા


વ્યક્તિમાં બૂરૂ ના જોવુ કદી
નિંદા, ઈર્ષાથી જાતને બચાવવી
સદા સદ્કર્મ, સદ્દભાવના જોઈ
વ્હેંચો પ્રેમને લાગણી
દેશનું, કોઈનું ખરાબ ના સાંભળવું કદી
દૂષિત વિચારો, શંકાથી જાતને બચાવવી
ગુરૂવાણી, ભક્તિ સંગીત સાંભળી
અર્પો અનુકંપા ને શાંતિ
ધર્મ, વ્યક્તિનું બૂરૂ ના બોલવું કદી
વેરભાવ, કુથલીથી જાતને બચાવવી
મધુર વાણી, મીઠા બોલ બોલી
જીતો વિશ્વાસ, સંબંધ ને દોસ્તી
ઈશ્વર સૃષ્ટિમાં ત્રણ નિયમ પાળી
જીવન બનાવો હર પળ હરિયાળી.