તરકટ
તરકટ
ખબર મને નો'તી તારાં,
પ્રેમનાં રંગમંચની કે આગળ ભજવાશે નાટક,
નચાવ્યો તો મને ઘણો તેં,
તું બની મદારી ને મને બનાવ્યો આબેહૂબ મર્કટ,
ગરબે ઘુમતી તું રૂમઝૂમતી,
તારી કમરના ઉછાળે તું તો ફરતી ફૂલફટાક,
તહેવારોની પતી ઉજવણી,
હવે તો કરવા કોરું મન ઝપાટાભેર ઝાટક,
સંબંધોની સાચવણીનું અજ્ઞાન,
તારી જૈવિક પ્રતિક્રિયા ને બોલ બન્યા ફાટક,
તારી ભાવાત્મક ધમકીઓનો,
કરી સ્વાર્થી ઉપયોગ તેં પણ ખરું રચ્યું તરકટ.
તાકધીન તાકધીન તૂટક-તૂટક,
વશીકરણ કરવાનું જબરું આ તારું ત્રાટક.

