Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational Others

તો શું થયું

તો શું થયું

1 min
321


ચોપાસ ધૂમ્મસ છવાઇ છે, રસ્તાઓ ઓઝલ છે આંખોથી,

વાદળ મુસીબતનું મેઘલ! ઘેરાયું છે આજે, તો શું થયું !


ઘોર નિરાશાનો અંધારપટ ભિતર સુધી બેઠો છે કાળક પાથરીને,

આશાનું અણમોલ કિરણ છુપાયેલું છે આજે, તો શું થયું !


ક્યારેક અણધાર્યો વળાંક આવે, કે ચઢાણ કપરું પણ બની જાય,

જીવન સંઘર્ષ છે ! ચડતી - પડતી, તડકો - છાંયો આવ્યા કરે, તો શું થયું !


હું ન હારીશ કે ન થાકીશ, હૈયે હામ ને મૂખમાં રામ રહે સદા,

જીવન સંગ્રામ છે તો લડીશ હું યુદ્ધ ભલે ખુદથી જ હોય, તો શું થયું !


બસ કર્મ કર્યે જવું એટલું જ છે, સદાય કર્તવ્ય મારું,

પરિણામે થાય કે ન થાય સુખની સોનેરી સવાર, તો શું થયું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational