STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તો પણ ચાલશે

તો પણ ચાલશે

1 min
399

બસ તારો સાથ જોઈએ મને,

પછી દુઃખનું ભારણ હશે તો પણ ચાલશે.


તારી હૂંફ, તારી લાગણી, તારો પ્રેમ જોઈએ,

પછી ભલે આ દુનિયા રાવણ હશે તો પણ ચાલશે.


નથી જોઈતા ગાડી બંગલા મોટર મને,

શાંતિથી રહેવા નાનું આંગણ હશે તો પણ ચાલશે.


ભલે ને વસંત પણ નાં આવે મારે આંગણ,

મારા પ્રત્યે તારું પ્રેમનું વળગણ હશે તો પણ ચાલશે.


ભલે ને દરીયા સમ ખારાશ હોય જીવનમાં,

પણ તારા અઢળક પ્રેમનું ગળપણ હશે તો પણ ચાલશે.


ભલે ને દુનિયા તોડી નાખે મારી સાથે નાતો,

પણ તારું મારું અતૂટ સગપણ હશે તો પણ ચાલશે.


બસ નથી કરવા મને કોઈ સાજ શણગાર,

બસ એક તારા પ્રેમનું દર્પણ હશે તો પણ ચાલશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance