તો હું આઝાદ છું
તો હું આઝાદ છું
મારા વિચારો અને મારી મરજીથી
જીવી શકું, તો હું આઝાદ છું.
સમય મારો અને શબ્દ પણ મારા
હું આત્મવિશ્વાસથી અને નીડર બની
મારો પક્ષ મૂકી શકું, તો હું આઝાદ છું.
મૌન ના રહું, અન્યાય પણ ના સહું,
સંઘર્ષ હોય ત્યાં તણખાં તો ઝરવાના,
એક અવાઝ બુલંદ કરું, તો હું આઝાદ છું.
હાથે, પગે, ગળામાં રીતરિવાજ
અને કુરિવાજો તણાં બંધન ઘણાં
એ હું તોડી શકું, તો હું આઝાદ છું.
નથી સ્ત્રી સુરક્ષિત
દુષ્કર્મ થાય, હત્યા થાય,
પછી મીણબત્તી જલે,
પ્રતિકારની મશાલ પ્રગટાવું, તો હું આઝાદ છું.
