Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Twisha Bhatt

Inspirational

4  

Twisha Bhatt

Inspirational

તો ઘણું છે

તો ઘણું છે

1 min
237


અગાધ સાગર સમા માનવ મહેરામણ વચ્ચે,

પોતીકાપણાંનો આભાસ થાય તો ઘણું છે !

બે પળની આ મસ્ત ઉલ્લાસ ભરી જિંદગીમાં,

હસતાં હસતાં દુઃખ વિસરાય તો ઘણું છે !


"હું" શબ્દની આડમાં તો સૌ કોઈ જીવન જીવે,

"આપણું" કરી હળીમળીને જીવાય તો ઘણું છે !

જીવતાં સુખદુઃખમાં ભાગીદાર બની સૌ યાદ કરે,

મરણપર્યંત કોઈના મનમાં સ્થાન મળે તો ઘણું છે !


અદમ્ય મોજશોખ ખુદના આજીવન પોષવા કરતાં,

કોઈ મજબૂરની ઉદાસી દૂર થાય તો ઘણું છે !

ઈશ્વરની સુંદર સૃષ્ટિના અભિન્ન શાશ્વતભાગ રૂપે,

સત્કર્મોથી આગવું સ્થાન મેળવાય તો ઘણું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational