તને યાદ બેહિસાબ કરું છું
તને યાદ બેહિસાબ કરું છું
તારા મિલન માટે હું ઈશ્વરને ફરિયાદ કરું છું,
હું દિલથી તને યાદ કરું છે,
તું સાંભળને જોને હું તને કેટલા સાદ કરું છું,
મારામાં તુજને સમાવી મારી જાતને હું બાદ કરું છું,
શબ્દોથી તને સાદ કરું છું,
રોજ બેહિસાબ યાદ કરું છું,
દિલની છે એક મુરાદ,
તું આપે મારા પ્રેમનો પ્રતિસાદ,
કર મારા પર લાગણીનો વરસાદ,
તો ના રહે મારા જીવનમાં કોઈ વિષાદ,
હું હરઘડી હરપળ કરું છું તને યાદ,
તું આપ મારા પ્રેમનો પ્રતિસાદ,
તો મને ના રહે જીવન પ્રત્યે કોઈ ફરિયાદ.