STORYMIRROR

Nilesh Limbola

Classics

3  

Nilesh Limbola

Classics

તને વંદન વારંવાર

તને વંદન વારંવાર

1 min
545





તને વંદન વારંવાર.

જોઈ તારું મુખ અને હું પળભરમાં ભવપાર.


માડી તારા ચરણોમાં હું

જીવતર મારુ ભાળું.

અરજ મારી બસ એટલી

બીજું કંઈ ના જાણું.


ખોલો આંખો અને જુઓ માં મારી સમ એકવાર.

તને વંદન વારંવાર.


માડી તારી નવલી રાતે

આખું બ્રહ્માંડ જાગે.

મન મુકીને,કૂદે-નાચે,

હૈયે-હૈયું આજે.


હાથ ઝાલો મારો અને માં ગરબે ઘૂમો પળવાર.

તને વંદન વારંવાર.


માડી તારું સ્મિત એકલું

ભીતર ને અજવાળે.

દયા કરો માં મુજપર થોડી

ઉભો છું મઝધારે.


માડી તું તો જગત જનની, જગની તારણહાર.

તને વંદન વારંવાર....



Rate this content
Log in

Similar gujarati poem from Classics