STORYMIRROR

Neeta Chavda

Romance

4  

Neeta Chavda

Romance

તને સર્ચ કરીને બેઠી છું

તને સર્ચ કરીને બેઠી છું

1 min
391

હું જ્યારથી તને સર્ચ કરીને બેઠી છું

એક અલગ પાસવર્ડ આપીને બેઠી છું

તને શોધવા કેટલી ફાઈલો અપલોડ કરી છે

તારા ચહેરાને ક્યારનીય ડાઉનલોડ કરી બેઠી છું


તારા મુલાકાતની વેબ સાઈટ તો આપ, દોસ્ત

કેટલી રીક્વેસ્ટ તને સેન્ડ કરી બેઠી છું

તને શોધવા સો એમબી લાગી છે દોસ્ત

તું દિલમાં છે ને હુ યુટ્યુબ ઓપન કરી બેઠી છું


તને મળવાનું જ્યારથી નેટવર્ક છુટ્યું છે

બસ એજ ફોટો દિલમાં સેવ કરી બેઠી છું

તને જોયા પછી કેટલા ઓપ્શન ખુંલ્યા છે

ખોટી હું મારા કેરિયરને હેન્ગ કરી બેઠી છું


તુ, ગુગલને ફેસબુક જ્યારથી મળ્યાં છો

મારી લાગણીને કિવકર પર વેચવા બેઠી છું

હું જ્યારથી તને સર્ચ કરીને બેઠી છું

એક અલગ પાસવર્ડ આપીને બેઠી છું



Rate this content
Log in

Similar gujarati poem from Romance