તને કેમ કહું ?
તને કેમ કહું ?
પ્રેમપત્રોની બનાવી નાવડી જ તરતી મૂકું છું,
જો પહોંચે તને, તને કેમ કહું ?
સાવધ રે'તો દૂરનાથી શી ખબર !
સાનિધ્યમાં જ દગાબાજ હશે,
તને કેમ કહું ?
મન જો ઈચ્છે મળવા તો,
સમય આપોઆપ મળી જાય છે,
તને કેમ કહું ?
પ્રણયમાં ઠોકરો હોય,
પણ બધે નિષ્ફળતા શું ખામી રહી હશે ?
તને કેમ કહું ?
મહેક ફોરમના એંધાણ આપે છે,
કેમ દેખાતી નથી આવતી ?
તને કેમ કહું ?

