તમને ખુશીઓનું આખું જહાન મળે
તમને ખુશીઓનું આખું જહાન મળે
જીવનમાં કંટકભર્યા માર્ગમાં સદા ફૂલો ભરી રાહ મળે તમને,
આ પ્યારની રાહમાં અશ્રુ, વેદના, દર્દને બદલે
હરદમ ખુશી મળે તમને,
સ્વાર્થ ભરેલી દુનિયામાં નિ:સ્વાર્થ સ્નેહની
અવિરત વર્ષા મળે તમને,
આ સગપણના દરિયામાં ખારાશને બદલે સ્નેહનું સાચું મોતી મળે તમને,
આ પ્યાર ભરેલી રાહમાં આંસુનાં દરિયાને બદલે ખુશીની એક લહેર મળે તમને,
સૂરજની કિરણો જેવી ચમકતી, આકાશ જેટલી ઊંચી સફળતા મળે તમને,
ઉદાસીની કેદમાંથી મુક્ત થઈ શકો તમે, ખુશીનું આખું જહાન મળે તમને,
સાહિત્યના જગમાં પ્રસિદ્ધ થઈ શકો
એવી શબ્દોની સૌગાત મળે તમને,
ઉદાસી અલોપ થઈ જાય ખુશી સદા તમારે સાથ રહે, આ ધરતી પર જન્નત મળે તમને.
