તમે
તમે
તમે હો દૂર ત્યારે જિંદગી અડચણ લાગે છે,
સ્મરણમાં તમને શોધતી હરક્ષણ લાગે છે.
ભલે હો મૌન તમે મારી સામે જોઈને,
કાજળ ભર્યા નયન પણ વાત કરતાં લાગે છે.
કોઈ રોકશો નહિ વહેતાં આંસુ મુજ નયનમાંથી,
આંસુઓના દર્પણમાં એમનું આગમન લાગે છે.
નહિતર આવી રીતે દિલને દરદ થાય નહિ,
ઉભય પ્રાણોનું પરસ્પર સમર્પણ લાગે છે.
લે, ગાઈ જો પ્રણયનું ઊર્મિગીત ઓ 'શાર્દૂલ',
સંબંધોના સહુ નક્શાઓમાં કેવું સગપણ લાગે છે !
પાસે હતાં ક્યારનાંય, નયન મિલાવી શક્યો નહિ,
હૈયે હતી વાત, હોઠે લાવી શક્યો નહિ,
હવે યાદ કરું છું તેમને રોઈ રોઈને,
કિન્તુ દરદને દોસ્તો ! હળવું કરી શક્યો નહિ !

