STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તમે ક્યારે આવશો વાલમ

તમે ક્યારે આવશો વાલમ

1 min
14

આ સૃષ્ટિએ સજ્યો નવો શણગાર,

જોને, પંખીઓ પણ કરે છે ટહુકાર,

તમે ક્યારે આવશો વાલમ ?


વાટ નિરખી નિરખીને હું તો થાકી ગઈ,

ચાંદ પણ વરસાવે ચાંદની પર પ્યાર અપાર,

તમે ક્યારે આવશો વાલમ ?


આવો તમે, ફૂલડાં નહીં દિલડા બિછાવશું,

આ મારું હૈયું પણ કરે તને પોકાર,

તમે ક્યારે આવશો વાલમ ?


ધરતી બની દુલ્હન, સજ્યો શણગાર,

બાગે વસંત આવી, ફૂલો ખીલ્યા અપાર,

તમે ક્યારે આવશો વાલમ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance