તમે જ્યારે
તમે જ્યારે
તમે જ્યારે મળ્યા, મનડું ભરી, ગઝલ લખી નાખી
તમે જરા રસ્તે મળ્યા, મજલ પુરી કરી નાખી,
હવાનાં આગમને, તમે આવો, એવું હતું મને
હશે ! કરું શું ! હું !, પછી આંખો સજળ, લૂછી નાખી,
સ્મૃતિના ઉદ્યાનમાં, ઊગ્યા હતા ઘણા, કથા સુમનો
આપણ મળ્યા, એની કથા હતી અકળ, પૂછી નાખી,
કરે બધા ભલે અહી, કથા, કવન ચર્ચા આપણી
સત્યના આંગણેથી, આ જુઠ્ઠી ખબર, ઘસી નાખી,
મળ્યા, લડ્યા, થયા હશે આપસનાં તો, મતો અલગ
આપસની લાગણીને, હૃદયની અંદર, ભરી નાખી.

