STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તમે આવ્યા ને ગીત ગુંજ્યા

તમે આવ્યા ને ગીત ગુંજ્યા

1 min
6

તમે આવ્યા ને ગીત મધુરા ગુંજ્યા,

મારી વેણીનાં સુંદર ફૂલો મહેક્યા.


તમે આવ્યા ને હૈયે આનંદ છલક્યા ,

જોઈ ખુશી મારી પંખીઓ ટહુક્યા.


જોઈ તમારું હસતું, મલકાતું વદન,

જોને આ પહાડ માંથી ઝરણા ફૂટ્યા.


જોને બોલ તમારા મીઠા મધ સાંભળીને,

આ ઉપવને પણ મીઠા મોરલા ટહુક્યા.


આ બાગે તમારું આગમન થયું અને,

આ રંગબેરંગી સુંદર ફૂલડાંઓ ખીલ્યા.


આ કદમ પડ્યો તમારા મારા આંગણે,

જોને બુઝાયેલા દીપ પ્રગટી ઉઠ્યા.


તમે આવ્યાને આંગણે ગીત મધુરા ગુંજ્યા,

જોને ગઝલ માટે મારા હૈયે શબ્દો સળવળ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance