તમે આવો
તમે આવો
મને મળવા રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ઘર સુધી આવો,
ઊંઘ ભલે આવે આ સમયમાં
મને મળવા સપનું થઈને આવો,
સાગરમાં હું તળિયે જઈએ બેઠો
મને પામવા કાંઠા સુધી આવો,
હું બેઠો છું જઈ મંદિરની ટોચ પર
પ્રણામ કરવાને બહાને આવો,
હાથમાં અને દિલમાં લાગી છે તરસ
મૃગજળ બનીને આવો,
મારી વાત છે અહી જ અધૂરી
કંઈક શબ્દો બનીને આવો,
મારી કવિતા અહી થાય છે પૂરી
તમે વાચક બનીને આવો.
