STORYMIRROR

Krishna Mahida

Drama

3  

Krishna Mahida

Drama

થયાં છે

થયાં છે

1 min
261

તું મસ્તક ઝૂકાવે એ મૂર્તિ નથી હું,

તારો સ્પર્શ પામવાને પગથિયાં થયાં છે.


કે ,પી ના શકે તું જ વિના કોઈ મુજને,

ખારા એથી તો જળ સાગર થયાં છે.


અતિથિની તિથિ એ નક્કી નથી કંઈ,

જુઓ દ્વારે હૃદયમાં એ હાજર થયાં છે.


મુજમાં 'સત્ય' બની ને છૂપાયું હતું એ,

આજે જાહેરમાં સૌની નજર એ થયાં છે.


નહોતી ખબર મુજમાં ધબકી રહ્યો તું,

મારી જિંદગીનાં એ બાકી શ્વાસ થયાં છે.


નામ તારું એ મારી કલ્પના હતી બસ,

જુઓ ને આજે એ તો હકીકત થયાં છે.


કે હતી આશ એ મારી પૂરી થઈ ક્યાં,

એ 'પ્રતિતી'ના શમણે નિવાસ થયાં છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Drama