STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

થઈ ગઈ

થઈ ગઈ

1 min
342

પ્રેમની હેતાળ અહીં કેવી લાગણી થઈ ગઈ ? 

ચોકલેટ આપી મીઠી માગણી થઈ ગઈ, 


નજરોમાં જામ ભરી છલકાતી થઈ ગઈ, 

સ્પર્શનાં આગોશને માણી મલકાતી થઈ ગઈ, 


બેશરમ આ ધડકન ધડકતી થઈ ગઈ, 

મારા દિલની મીઠાશને ફેલાવતી થઈ ગઈ, 


જા, તારી વિનવણીને માન આપતી થઈ ગઈ, 

આપેલી ચોકલેટને પ્રેમથી મમળાવતી થઈ ગઈ, 


પારેવડાની જેમ પ્રેમમાં ઘુઘવતી થઈ ગઈ, 

આ વરસાદની જેમ વરસતી થઈ ગઈ, 


મારી લાગણીઓ બેશુમાર ઠલવાતી થઈ ગઈ, 

તારા અઢળક પ્રેમ પર ભરોસો રાખતી થઈ ગઈ, 


"સખી" સાથીનાં સાથનો સથવારો માણતી થઈ ગઈ, 

મીઠાશનાં મધુર સ્વાદ સાથે મધમાતી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance