થાય છે
થાય છે
વહેતું રહેશે આ વ્હેણ સમયનું,
એ ક્યાં કદી રોકાય છે,
આજ તારો તો કાલ મારો હશે,
સમય સૌનો બદલાય છે.
હોય છે ક્યારેક હસતો ચહેરો ને,
ક્યારેક આંખ છલકાય છે,
ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું,
ને તોયે ચુપ રહેવાય છે.
આવે કસોટીઓ જિંદગીની જ્યારે,
ત્યારે કલરવનું ગીત ન ગવાય છે,
મળ્યા સંબંધો ઘણાં જિંદગીમાં પણ,
દિલમાં કો'ક જ સચવાય છે.
આમ તો જીવન છે નાટક સરીખું
તોય ગમતું પાત્ર ક્યા ભજવાય છે ?
વહેતું રહેશે આ વ્હેણ સમયનું,
એ ક્યાં કદી રોકાય છે.
