Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jeetal Shah

Inspirational Others

3  

Jeetal Shah

Inspirational Others

થાક કેમ લાગે છે

થાક કેમ લાગે છે

1 min
146


ઢળતી સંધ્યાનું આકાશ

કેટલું ખૂબસુરત લાગે છે 

તો પછી......

ઢળતી ઉંમર નો આપણને 

કેમ થાક લાગે છે.....?


આ તબક્કે જ અધૂરા સપનાંઆે

પૂરી કરવાની એક આશ જાગે છે 

તો પછી....

ઢળતી ઉંમરનો આપણને કેમ 

થાક લાગે છે...... ?


જવાબદારીઓથી મુક્ત થઈને

પોતાની જાતને મળવાની એક

પ્યાસ જાગે છે

તો પછી....

ઢળતી ઉંમરનો આપણને કેમ 

થાક લાગે છે...... ? 


અંધારી રાત પછી, સોનેરી

સવારનો કેવો ઉજાસ લાગે છે,


આ ઉંમરે જિંદગીના અનુભવો

પરથી....સમજણનો એક

અહેસાસ જાગે છે.......

તો પછી....

ઢળતી ઉંમરનો આપણને કેમ 

થાક લાગે છે....... ?


સુખ-દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે,

એને બાજુ પર મૂકી

જિંદગી જીવો......

પછી જુઓ જિંદગી કેવી ખાસ

લાગે છે !


તન થાકવું એ નિયતી છે,

પણ.... મનથી નહીં થાકતા

દોસ્ત...... 

પછી જોઈ લેજો......

ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ 

થાક લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational