STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

તેમાં જાદું નિતનવા

તેમાં જાદું નિતનવા

1 min
216

ધરતી પર ચાલતા જતો માણસ

આજ અવકાશે ઊડતો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવા...!

કાર સાથે એસીમાં ફરતો માણસ

આજ વિદેશમાં જઈ ફરતો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવાં...!

રોટી કપડાં ને પાણી શોધતો માણસ

ઊંચા ઊંચા બિલ્ડિંગમાં જી રહેતો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવાં...!

આ વિશાળ દુનિયામાં રહેતો માણસ

પળપળની ખબર કમ્પ્યૂટરમાં જાણતો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવાં...!

પાણીમાં ડૂબકીઓ લગાવતો માણસ

સ્ટીમરમાં દરિયામાં ઘૂમતો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવાં...!

ટપાલથી સંદેશા મોકલતો માણસ

મોબાઈલની દુનિયામાં ખોવાયો માણસ

આ દુનિયા જાદુઈ છડી, તેમાં જાદું નિતનવાં...!

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational