STORYMIRROR

Nirali Jarasania

Drama

5.0  

Nirali Jarasania

Drama

તારું જ નામ!

તારું જ નામ!

1 min
893


લખવા કવિતા સૂઝયું નહીં કંઈ,

હૈયે-હોઠે એક તારું જ નામ!


વિચાર્યું, લખું એક પંક્તિ વગર તારું નામ,

છતાં મળ્યું એક તારું જ નામ!


કંઇક તો છે, તારી દોસ્તીમાં ખાસિયત,

હૈયે-હોઠે એક તારું જ નામ!


ન ચાલી કલમ ને ન સાથ આપ્યો કાગળે,

લખવું પડયું એક તારું જ નામ!


પૂછે 'નિરાલી' એક પ્રશ્ન તને,

શાને લખું એક તારું જ નામ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama