તારુ હાસ્ય મારી સિદ્ધિ
તારુ હાસ્ય મારી સિદ્ધિ


ના ભૌતિકતા ને કદી પામી ના કદી મેં ચાહી,
હું તો બસ છું અવિરત કલ્પન પથ નો રાહી.
મૂડીની મહત્તાથી, નથી કમાવી વાહ વાહી,
સત્યના ચીલે મળતી સફળતાનો જ હું ગ્રાહી.
શું કામ ઘુંટુ ફરી, કોઈની ઘૂંટેલી હું શાહી,
નથી બનવું કૂવાનો દેડકો, છું સમુદ્રની માહી.
ના જોઈએ ખોટી પ્રસિદ્ધિ, ના વાતો ડાહી,
પ્રસરાવતો રહું હાસ્ય તો પણ મેં ગંગા નાહી.
દમડી દાન કે દાગીનાનો ક્યાં છું હું આગ્રહી?
ફક્ત મેળવું મુસ્કાન એટલે પૂર્ણ હું સરાહી.
મુખ પર મલકાટ મુકવાનો છું ખુબ 'શોખીન',
ખુશ રહે છે સંસર્ગી મારા, ઉપલબ્ધી એજ મારી.