STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો સોનેરી સંગાથ જોઈએ છે

તારો સોનેરી સંગાથ જોઈએ છે

1 min
183

મને બસ તારો સોનેરી

સંગાથ જોઈએ છે,

આભે ઊડવાને પાંખ જોઈએ છે,

હાથમાં તારો હાથ જોઈએ છે,


જીવનભરનો સંગાથ જોઈએ છે,

ફૂલ બને તું,

તો સુવાસ હું બનું,

દરિયો બને તું,


તો હું લહેર બનું,

આમ જોઈએ મને સદા તારો સોનેરી સંગાથ,

વાદળી બની વરસી રહી છું,

પરંતુ સરિતા બની સાગર સુધી પહોંચવા,


મને તારો સંગાથ જોઈએ છે,

યાત્રી બની મઝધારે ભટકી રહી છું,

પરંતુ સાહિલ સુધી પહોંચવા મને તારો સંગાથ જોઈએ છે,

રાહી બની ભટકી રહી છું,


પરંતુ મંઝિલ સુધી પહોંચવા મને તારો સંગાથ જોઈએ છે,

શબ્દ બની કિતાબોનાં પાના પર સંતાઈ રહી છું,

પરંતુ કાવ્ય બની સફળતાના આકાશમાં ઊડવા,

મને તારો સંગાથ જોઈએ છે,


પથ્થર બની લોકોની ઠોકર ખાઈ રહી છું,

પરંતુ મુરત બની,

તુજ હૃદયમાં સ્થાપિત થવા

મને તારો સંગાથ જોઈએ છે,


આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી,

મને તારો સોનેરી સંગાથ જોઈએ છે,

સપના ઓ ના સહિયારા વાવેતરમાં,

મને તારો સંગાથ જોઈએ છે,


જીવન રણની સુખ દુઃખની લડાઈમાં,

 મને એક ભાગીદાર જોઈએ છે,

શું તું કરીશ મારી સાથે ભાગીદારી ?

શું તું કરીશ મારી સાથે યારી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance