તારો સાથ
તારો સાથ
તારી સાથે પ્રીત છે,
એટલે જિંદગી જાણે ગીત છે,
તારા સાથ થકી જાણે જિંદગી સાત સૂરોનું સંગીત છે,
તારો સાથ સંગીન છે,
એટલે જિંદગી જાણે મેઘ ધનુષ્યના રંગો જેવી રંગીન છે,
જિંદગીમાં ડગલે ને પગલે તારો સાથ છે,
એટલે જિંદગીમાં હંમેશા મારી જીત છે,
તારી સાથે પ્રીત છે,
એટલે જિંદગી જાણે એક ગીત છે,
તું મારો મન મિત છે
એટલે જિંદગી સાત સૂરોનું સંગીત છે.

