તારો પત્ર
તારો પત્ર
પત્ર તારો આવતો હતો ઘણે દૂરથી,
પાંચ રાજ્યોની સીમા પાર કરી,
રોપવેની ટ્રોલી જેમ ખુશીથી,
જુમતો, આવી પહોંચતો.
એને જોઈને અપાર ખુશી !
કેટલો આનંદ અનુભવાતો.
બીજો પત્ર રસ્તામાં છે,
એ પણ ઈશારે સમજાવતો,
પાછો પરબીડીયા માં,
બેસી આરામ ફરમાવવતો.
ખુશીથી મગ્ન મન,
ક્યાં ઉડવા લાગતું,
ક્યાં દૂર દૂર.
