તારો ધબકાર બની જાઉં
તારો ધબકાર બની જાઉં
તું શબ્દ બને તો,
હું ગઝલ બની જાઉં,
તારા પ્રત્યેની પ્રીત આમ વ્યક્ત કરી જાઉં,
તું બને સૂર,
તો હું તાલ બની જાઉ,
જીવનરૂપી જંગમાં તારી ઢાલ બની જાઉં,
તું બને ટાંકણું,
તો હું પથ્થર બની જાઉં,
તારા થકી હું પ્રેમની સુંદર મૂરત બની જાઉં,
તારા અશ્રુઓનો દરિયો તો ખાલી કર,
હું તારા હોઠનું સ્મિત બની જાઉં,
બસ અહંકાર છોડી તારા હૈયાનો ખૂણો ખાલી કર,
તો હું તરો ધબકાર બની જાઉં,
તારા જીવનનૈયાની નાવ બની જાઉં,
તને સપનાઓની પેલે પાર લઈ જાઉં,
બસ ઉદાસી આપી દે તારી,
તારી ખુશીઓ બની જાઉં,
તારા જીવન પર્વતનું ઝરણું બની જાઉં,
તારા જીવનનું સુંદર દૃશ્ય બની જાઉં,
બસ કદરદાન બને તું તો,
બસ તારા માટે ઈશ્વરનું એક વરદાન બની જાઉં.

