STORYMIRROR

Manjula Bokade

Romance Tragedy

4  

Manjula Bokade

Romance Tragedy

તારી યાદો

તારી યાદો

1 min
343

દરિયાની કાંઠે સમી સાંજના મળ્યા હતાં અજનબી,

નજરથી નજર મળી અને દિલમાં ઉતરી પ્રિયતમની છબી.


હૈયામાં હેત ઉભરાયું અને દિલ ગઈ વારી, 

પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચી મારી સવારી.


ધૂધવતો દરિયો અને તારી મીઠી મધુરી વાણી,

મારાં મનને હરખાવતી અને કરતી પાણી પાણી.


તને કેમ યાદ નથી સાથે વિતાવેલી અંગત પળો,

મને તો યાદ આવી આવીને સતાવે છે વિતાવેલી પળો.


નયનથી અશ્રુની ધારા સતત વહ્યા કરે છે,

મારા કાળજાને તારી યાદો કોર્યા કરે છે.


મારા રગરગમાં તારી યાદોનો વાસ છે,

મારા સ્મરણમાં બસ તારો જ સહવાસ છે.


હમસફર બનાવવાના વાયદા કરી મને વિસરાઈ ગયો,

મઝધારમાં તરછોડી બેસહારા બનાવી ગયો.


ભુલવા મથું છું છતાં ભુલવા દેતી નથી તારી યાદો,

મારા દિલમાં જાણે ધર કરીને વસી ગઈ છે‌ તારી યાદો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance