STORYMIRROR

Neeta Chavda

Romance Classics Others

4  

Neeta Chavda

Romance Classics Others

તારી યાદો

તારી યાદો

1 min
250

હોય તું આસપાસ તો સારું લાગે છે,

આ ભીડમાં મને પણ કોઈ મારુ લાગે છે.


હું આને કેવી રીતે જિંદગી કહું ?

જે વીતી રહી છે તારા વગર.


સફર કેટલી હશે, તે ખબર નથી,

તારી સાથે જેટલી પણ હશે, અનમોલ હશે.


કહેવી તો તને ફક્ત એક જ વાત છે,

તું ધારે છે એના કરતા પણ વધારે તું ખાસ છે !


રહેવા દે અમુક વાતો આમ જ અનકહી,

તારી ખામોશીનો જવાબ મારાંમાં સુરક્ષિત.


પ્રેમ એ નથી કે જે તારી “હા” પર નિર્ભર રહે,

પ્રેમ તો એ છે જે “ના” પછી પણ કાયમ રહેશે !


ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણને કાબીલ હોય,,

ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત મને હાંસિલ હોય.


ખુદાના સ્મરણ કરતાં પણ વધારે સ્મરણ છે તારું, 

પ્રભુ મળે ના મળે પણ તને મેળવવાનું સ્વપ્ન છે મારું.


જ્યારે તમારી આંગળી અમને અડી હતી,

માનો ન માનો માણવા જેવી ઘડી હતી.


અડધો ગુનો છે મારો કે ચાહું છુ હું તને,

ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય.


ના શોધ તું એને છાનુમાનું,

મારી આંખમાં જ છે..તારાં પ્રેમ નુ સરનામું !


તું જ કહી દે કેવી રીતે છોડુ તને પ્રેમ કરવાનું,

તું નશીબ માં નથી પણ દિલ માં તો છે ને !


શૂન્ય છું તારા વગર અને અનંત છું તારા સંગાથમાં

કબૂલ છે અપરાધ મારો, તૈયાર છુ સજા સહેવાને,

ચુકાદાના હસ્તાક્ષરમાં આપનુ નામ તો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance