STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Romance Others

3  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Romance Others

તારી વાતો

તારી વાતો

1 min
133

તારી વાતોને સાંભળ્યા કરુંં અને એમાં રંગાયા કરું

તું પૂછે મને સવાલો અને હું જવાબ આપ્યા કરું,


તને ચાહવાનો હક્ક નથી પણ તને ચાહ્યા કરું

તરબોળ થઈ તારી રગેરગમાં હું ગૂંથાયા કરુંં,


તારી વાતો મને તારી ઘેલી બનાવે છે

તારી સમીપ આવવા મને મજબૂર બનાવે છે,


હું છું તારા વગર અધૂરી એ અહેસાસ કરાવે છે

ખુદ ને ખોઈ તારામાં શોધવાનું ભાન કરાવે છે,


તારા એક એક શબ્દો મારા પર જાદુ કરી જાય છે

મારા મનને જાણે બેકાબૂ કરી જાય છે.


બસ તારી વાતો ને મારી અધૂરી ખ્વાઈશો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance