STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

તારી તરફ

તારી તરફ

1 min
401

નિભાવજે આપેલાં મારાં પ્રીતનાં વચનો,

પ્રેમનાં ઝરણા વહી જશે તારી તરફ,


નથી કોઈ ભૌતિક સુખની માંગણી અહીં,

દિલનો દરિયો વહી જશે તારી તરફ,


આંખોમાં અમી ભરી આવી તારી પાસે,

નયનોનાં આંસુઓ વહી જશે તારી તરફ,


અગન ઊઠે છે વિરહી દિલની તડપનની,

વાદળો ધૂમાડાનાં આવી જશે તારી તરફ,


આંખો પાથરીને બેઠી છું રાહમાં તારી,

દરેક આહટનાં પડઘા આવી જશે તારી તરફ,


મનનાં મિલનને દિલનો ખૂણો આપી દીધો,

દરેક ધડકનો દોડી આવશે તારી તરફ,


"સખી" વચનોથી બંધાઈ ગઈ છું સાત જન્મ સુધી,

પડકારોનાં દરેક પગલાં પડી જશે તારી તરફ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance