તારી સુંદરતા
તારી સુંદરતા
તારી સુંદરતા પર જાઉં હું તો વારી વારી,
સાગરથી પણ વધુ ગહન છે આંખો તારી.
મુખડા પર સોહાય તારું ગાલનું તિલ,
આંખો તારી તીર કામઠા જેવી છે કાતિલ.
ગુલાબ કરતા વધારે સુંદર છે તારા ગાલની લાલાશ,
તને જોઇને જીવંત બની જાય આ લાશ !
કોયલ સમી મધુર અને મીઠી છે તારી વાણી,
સ્વર્ગની અપ્સરાઓ પણ ભરે તારા પાસે પાણી !
નાજુક નમણી વેલ સમી સુંદર છે તારી કાયા,
જોવે તને એકવાર લાગી જાય એને તારી માયા.
હું શબ્દોમાં કેવી રીતે કરું તારા વખાણ ?
તારું વર્ણન કરી શકે એવું ક્યાંથી લાવું લખાણ ?
તારા ભાલ પરની બિંદી લાગે જાણે ચાંદ !
તું તો જાણે મને લાગે ઈશ્વરનો કિંમતી પ્રસાદ !
