તારી રાહમાં
તારી રાહમાં
ધીરજ ખૂટી મારી તારી ચાહમાં,
જીવન વ્યતીત થઈ ગયું આહમાં,
મારા કદમ પણ સ્થિર નથી રહેતા હવે,
તોયે ચાલી જ રહી છું હું તારી રાહમાં.
ઈશ્ક ઉગાવ્યો મેં હૈયાના બાગમાં,
ફૂલો બિછાવ્યા છે મે તારી રાહમાં,
રાત દિવસ રટણ કરું હું તારા નામનું,
કેમકે પાગલ બની છું હું તારી ચાહમાં.