STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

તારી ને મારી મીઠી ગોઠડી

તારી ને મારી મીઠી ગોઠડી

1 min
473

તારી ને મારી મીઠી મીઠી ગોઠડી

   હતી એમાં શબ્દોની ભીનાશ રે

      મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


ક્યારેક હતી એ સુખની સંગડી

  ક્યારેક દુઃખની થોડી તડકી રે

     મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


આંખથી થતી ગુપચુપ વાતડી

  ક્યારેક ગુસ્સામાં થતી મોટી ગોઠડી રે

       મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


ચાના ટેબલ પર પ્યારી એ વાતની

   જીવનમાં ઉત્સાહ દેતી એ ગોઠડી રે

       મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


હતી આપણી વચ્ચે એક મજાની દોસ્તી

    થતી જેમાં રોજ નિતનવી ગોઠડી રે

       મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


મુશ્કેલી જીવનમાં ઘોળતી રે ઉદાસી

     મુશ્કેલીને ઝટ દૂર કરતી આપણી ગોઠડી

          મીઠી મીઠી એ આપણી ગોઠડી રે લોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational