STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી ખામોશી મધરાત લાગે

તારી ખામોશી મધરાત લાગે

1 min
161

તારી આ ખામોશી,

અમાસની અંધારી રાત જેવી લાગે,

શબ્દોનો દીપક લઈને આવ,

તો થોડું ઉજાસ જેવું લાગે,


આ ખામોશીની ચાદર કેમ ઓઢી તે ?

તારું ચાંદ જેવું આમ કેમ ઉદાસ છે ?


તું હસ તો થોડું ઉત્સવ જેવું લાગે,

સૂકાઈ ગયો જાણે આપણા સંબંધનો છોડ !

થોડું હેતનું પાણી તો પિવરાવ,

તો થોડું વસંત જેવું લાગે,


સૂના થયેલા હૈયામાં,

આમ ઝાંઝરનો ઝણકાર લઈને આવ,

તો આ જીવન સંગીત જેવું લાગે,


મંઝિલ પણ રિસાઈ ગઈ છે મારાથી,

બે ડગલાં સાથે તો ચાલ,

હોય તારો સાથ તો આ જીવન, જીવન જેવું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance