તારાં વિનાની સાંજ
તારાં વિનાની સાંજ
તારાં વિનાની સાંજ ગમતી નથી,
એ સાંજ પછીની રાત ગમતી નથી,
એ રાતની હવે સવાર પડતી નથી,
સાંભળ કે વાત અહીં અટકતી નથી,
અપેક્ષા હજુ તારી મેં રાખી છે છતાં,
અફસોસ તે કદી મારી આશા કરી નથી,
હાથ લંબાવી રાખ્યો છે મેં તારી તરફ,
તું ગયા પછી પરત અહીં ફરી નથી,
ગુનો કબૂલ કરું કે ના કરું શું છે ફરક?
તે સજા એની માફ ક્યારેય કરી નથી,
સફર કરું છું હું અજાણ્યા મારગમાં,
છતાં મંઝિલ હવે મને મળતી નથી,
અટકી છે જિંદગી! જે આગળ વધતી નથી.
