તારાં વગરનાં ચાલતું
તારાં વગરનાં ચાલતું
તારાં સાથે ન ફાવતું ને તારાં વગરનાં ચાલતું,
દોસ્તી ને પ્રેમનું એક ગઠન છે પાક્કું આપણું,
આંખ ઉઘડતાં જ તને મળવાની હોય ચાહના,
મળીને વાતે વાતે વિવાદ કરી રોજે આપણે લડવાનું,
ફરી ભૂલી સઘળું પળવારમાં વાતોમાં ગજબ ખોવાતું,
દુનિયાની રીતથી સાવ જુદું ને ન્યારું આપણું છે ગાણું,
ઝઘડતાં ઝઘડતાં થઈ જાય બથંબથી ને રિસામણાં ભારે,
મનાવવાં એકમેકને નિતનવા ઉપાયો શોધી, આખરે મનાવવું,
સંબંધોમાં એક સંબંધ છે અમૂલો, અતૂટ આ દોસ્તીનો,
સદૈવ રહી સંગે, હર મૂશ્કેલીને દૂર કરી હંમેશાં હળવું કરતું.
