Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા વિના

તારા વિના

1 min
206

તું સૂરજ હું સૂરજમુખી તારી,

તારા વિના હું કેમ ખીલું ?

તારા થકી મારું અસ્તિત્વ,

તારા વિના બધું બેજાન લાગે,

આ પ્રકૃતિ પણ જો ને બેનુર લાગે,

ફૂલોના ખૂબસૂરત ચહેરા પર માયુસી છે,

ભમરાઓના ગુંજનમાં પણ ઉદાસી લાગે છે,

આ મોસમનો મિજાજ પણ બદલાયેલો લાગે છે તારા વિના,

ખૂબસૂરત તિતલીઓના ઉડાનમાં કોઈ સ્ફૂર્તિ નથી,

કોયલનો ટહુકો પણ વેદનામય લાગે છે,

આ પ્રકૃતિ પણ બેજાન લાગે છે તારા વિના,

મહેકતા ઉપવનના ફૂલો મુરઝાયેલા દીસે,

આ પવનની ગતિમાં પણ કોઈ ઉત્સાહ નથી,

રંગો બધા બેનુર લાગે છે તારા વિના,

પંખીઓએ પણ મૌન સેવી લીધું છે,

વસંતે પણ રૂસણા લીધા આ ચમનથી

તારા વિના,

Rate this content
Log in

Similar gujarati poem from Romance