STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા વિના

તારા વિના

1 min
211

તારા વિના સૂરજ તો ઊગ્યો પણ આ આથમી ગયું મારું મન,

તારાં વિના આ ફૂલો તો ખીલ્યા પણ

કરમાઈ ગયું મારું વદન,


તારાં વગર હવા તો અલ્લડ બનીને વહે છે,

પણ મારી આંખો તરસે તારી ઝલક,

તારાં વિના આ પંખીઓ તો ટહુકે પણ આ મારું મનડું લાગે ખૂબ ઉદાસ,

તારાં વિના આ વાદળ તો વરસે પણ હર એક બુંદ હૈયે લગાવે આગ,

તારાં વિના આ ચાંદ સિતારાઓ ઝગમગે

પણ મારા હૈયે અમાસ જેવો અંધકાર,


તારાં વિના પસાર તો થઈ જાય સમય પણ,

એક એક ક્ષણ મને લાગે વરસો જેટલી,

તારાં વિના બાગે વસંત તો આવે છે પણ,

મારા હૈયાના બાગે સદા પાનખર,

તારાં વિના તો દુનિયાં ચાલે જ છે પણ,

હું તો જાણે જીવતી લાશ,


તારાં વિના થાય છે સઘળો વ્યવહાર પણ,

જાણે લાગે કોઈ સંગીત વિનાનું ગીત,

જાણે ફૂલો વગરનો બાગ,

જાણે ચાંદ સિતારા વિનાનું આકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance