STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તારા વિના કરમાયુ મારું વદન

તારા વિના કરમાયુ મારું વદન

1 min
413

તારી યાદોથી ખીલી ગયું મારું હૈયાનું ઉપવન,

તારી યાદોથી મહેકી ગયું મારું આ જીવન.


તન બદન મારું કરે મોરની જેમ થનગનાટ,

તારી એક ઝલક જોઈ હરખાઈ મારું મન.


તારી તલાશમાં દર બદર ભટકે છે મારું મન,

લાખોની ભીડમાં પણ તને શોધે આ લોચન.


આ કોયલના ટહુકામાં,મોરના થનગનાટમાં,

તને જ શોધી રહ્યું છે મારું પાગલ મન.


તારા વિના લાગે જાણે સાવ સુનો સંસાર !

લાગે જાણે! વસંતમાં તારાજ થયું ઉપવન.


તારી એક ઝલક જોવા માટે તરસી ગયું મન,

તારા વિના કરમાયું મારું આ ગુલાબી વદન.


તારી તલાશમાં ભૂલી પડી ગઈ છું હું,

ભટકી રહી છું શોધવા તમે વન વન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance