STORYMIRROR

Jagruti rathod "krushna"

Romance

4  

Jagruti rathod "krushna"

Romance

તારા જ શરણે

તારા જ શરણે

1 min
319

હતું તો નહિ મારું છતાં પૂછું તને, 

શા માટે ચોર્યું તે હવે તો કંઇ કે'ને !


શાંત નીર સમ સદા હતું નિર્મળ !

કંકર મારીને ડહોળ્યું કેમ તે એને ! 


હસતુંકૂદતું નાચતુગાતું મોજ કરતું, 

કેદ તારી અમી દ્રષ્ટિમાં કર્યું જેને ! 


સઘળી શરતો તારી કરી શિરોધાર્ય, 

તો હવે બાકી શું રહ્યું તું જ કહે ને ! 


છે તારું ને તારું જ રહેશે સદાય, 

છાયા બની તું પણ સાથ ચાલ્યોને ! 


"હૈયું"આ તને જ તો આપ્યું હરિ, 

આખર એ આવે તારા જ શરણે ને ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance