તાલમેલ
તાલમેલ
જે લોકોએ સાધ્યું અનુકૂલન,
તેમણે જીવનની સારી કેડી કંડારી છે,
તાલમેલ મેળવીને જ જીવવામાં,
સાચી સમજદારી છે.
સંસાર છે જે રૂપમાં,
તેનો સ્વીકાર કરી લ્યો દિલથી,
સંસાર તો હંમેશા બદલતા સમયની,
આગવી બલિહારી છે.
સમગ્ર સૃષ્ટિ ઉપર ઇજારો,
નથી માત્ર આપણો જ,
દરેકે દરેક જીવ સૃષ્ટિની,
એમાં ભાગીદારી છે.
દુનિયા આપણી ઇચ્છા પ્રમાણે હોય,
એવું વિચારવું છે અવિચારી,
યથાર્થતાની સાર્થક વિચારોની,
પ્રગટાવવાની ચિનગારી છે.
