સ્વતંત્ર આકાશ
સ્વતંત્ર આકાશ
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારી ઈચ્છાઓને અવકાશ હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારા સ્વમાનનો અવાજ હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારા સપનાનો આકાર હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારી મરજીનો શ્વાસ હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારા સપનાનો મહેલ હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારી હકીકતો સાકાર હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારા સાથની અજમાઈશ હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારા સુખની છોળો હશે.
તારું એ સ્વતંત્ર આકાશ,
જેમાં તારી ખુશીઓ હશે.
